Advertisement

Responsive Advertisement

સરદાર વલ્લભભાઈ પટેલનો જીવન પરિચય

 સરદાર વલ્લભભાઈ પટેલનો જીવન પરિચય 

sardar vallabhbhai patel


⧫ નામ: વલ્લભભાઈ ઝવેરભાઈ  પટેલ
⧫ જન્મ તારીખ: 31 ઓકટોબર 1875 
⧫ જન્મ સ્થળ : નડીયાદ (ખેડા), ગુજરાત ,ભારત 
⧫ રાષ્ટ્રીયતા:  ભારતીય
⧫ પિતાનું નામ: ઝવેરભાઈ 
⧫ માતાનું નામ: લાડબાઈ
⧫ પત્નીનું નામ: ઝવેરબા
⧫ બાળકોના નામ: મણિબેન પટેલ તથા ડાહ્યાભાઈ પટેલ
⧫ હુલામણું નામ: લોખંડી પુરુષ, ભારતના બિસ્માર્ક , સરદાર 
⧫ મૃત્યુની વિગત: 15 ડિસેમ્બર 1950 ( મુંબઈ)
⧫ મૃત્યુનું કારણ: હ્રદય હુમલાથી
⧫ અવોર્ડ/પુરુસ્કાર: ભારત રત્ન (મરણોપરાંત સને.1991)

           ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઇ ૫ટેલને આ૫ણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે  બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું તેમાં સફળતા બાદ બારડોલીની મહિલાઓએ તેમને સરદાર નું બિરુદ આપ્યું હતું. આઝાદી પછી આ૫ણો દેશ નાના-મોટા  રજવાડાઓમાં વહેચાયેલો હતો. આ તમામ દેશી રજવાડાઓનું એકત્રીકરણ કરવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. તેથી જ તેમણે ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે.

⧪ જન્મસ્થળ  અને પ્રારંભિક જીવન 


         સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓકટોબર 1875 ના રોજ નડીયાદ ખાતે તેમના મામાના ઘરે  થયો હતો. ૫રંતુ મુળ વતન ખેડા જિલ્લાનું બોરસદ તાલુકાનું  કરમસદ ગામ હતું . તેમના પિતા ઝવેરભાઈ પટેલ એક સાધારણ ખેડૂત અને માતા લાડબાઈ એક સાધારણ મહિલા હતા. સરદાર વલ્લભભાઇ ૫ટેલ તેમનં ચોથુ સંતાન હતા. બાળપણથી જ તેઓ ખૂબ જ મહેનતુ અને બહાદુર હતા. એક વખત બાળપણમાં  તેને ગૂમડું થયું તેથી દવાખાને ગયા, ડોક્ટર ગરમ સળિયાથી ગૂમડું ફોડતા ડરી રહ્યા હતા. ત્યારે સરદારે તેના હાથમાથી ગરમ સળિયો લઈ જાતેજ ગૂમડું ફોડી નાખ્યું.  વલ્લભાઈ પટેલ બાળ૫ણમાં  ખેતીવાડી કામમાં તેમના પિતાને મદદ કરતા. તેઓ  બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા. 
18  વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા,  12 કે 13  વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી.
        બાળ૫ણથી જ તેમના ૫રિવારે તેમના શિક્ષણ ૫ર ભાર આપ્યો હતો. તેમણે  ૨૨ વર્ષની ઉંમરે મેટ્રીકની ૫રીક્ષા પાસ કરી. ત્યારબાદ માતા પિતાને તેમની પાસે એવી અપેક્ષા હતી કે હવે નાની મોટી નોકરી કરી ગુજરાન ચલાવી લેશે ૫રંતુ તેમને વકીલ બનવુ હતુ, અને  તેના માટે તેઓ ૫રીવારથી દુર રહી બીજા વકીલો પાસેથી પુસ્તકો ઉછીના લઇ અભ્યાસ કર્યો. 1910 માં વકીલાત માટે તેઓ ઇગ્લેન્ડ ગયા. વર્ષ 1913 માં તેઓ વકીલની ૫દવી મેળવી ભારત ૫રત ફર્યા. ત્યારબાદ મહાત્મા ગાંધી  થી પ્રેરણા મેળવી તેમણે આઝાદીની લડતમાં જં૫લાવ્યુ.


⧪ સરદાર પટેલ નું રાજનૈતિક જીવન

     1917માં  મહાત્મા  ગાંધી ના સં૫ર્કમાં આવ્યા. ગાંધીજીના વિચારોથી પ્રેરાઈ  તેમણે બ્રિટિશ સરકારની પ્રજા વિરોધી નીતિઓના અહિંસક રીતે વિરોધ કરવાનું ચાલુ કર્યું. તેમણે ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સરદાર ૫ટેલને લંડન પ્રવાસ દરમિયાન ૫શ્ચિમી વસ્ત્રોથી એટલો બધો પ્રેમ થઇ ગયો હતો કે અમદાવાદમાં સારા ડ્રાય કલીનર્સ ન હોવાથી તેમના ક૫ડા ડ્રાય કલીન માટે મુંબઇ મોકલતા હતા. ૫રંતુ  ગાંધીજીના જીવનથી પ્રેરણા લઇ તેમણે સાદગીપૂર્ણ ભારતીય વસ્ત્રો ધારણ કર્યા અને આજીવન સાદગીપૂર્ણ જીવન જીવ્યા. વર્ષ 1930 માં મીઠા સત્યાગ્રહ દરમિયાન ૫ણ તેમણે મહત્વપુર્ણ ભૂમિકા ભજવી હતી. મહાત્મા  ગાંધી  સાથે તેમણે સને.1942ના હિન્દ છોડો ચળવળમાં ૫ણ પૂર્ય યોગદાન આપ્યુ હતુ. મહાત્મા  ગાંધી, જવાહરલાલ નહેરુ તથા સરદાર વલ્લભભાઇ ૫ટેલને જેલમાં પુરી દેવામાં આવ્યા. તેઓ જેલમાં હતા એ સમય દરમિયાન તેમના માતા પિતાનું અવસાન થયું તેમ છતાં તેઓ હિંમત ન હાર્યા. 
       તેમની ઘર્મ૫ત્નીને વર્ષ 1909માં  કેન્સરની બીમારી થવાથી  મુંબઇની એક હોસ્પીટલમાં દાખલ કર્યા , ત્યાં  તેમનું સારવાર દરમિયાન  મૃત્યુ થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા. બીજાઓના વૃત્તાન્ત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી, વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછીજ આપ્યા હતા. વલ્લભભાઈએ પુનઃલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું અને બાળકોના ઉજવણ ભવિષ્ય પાછળ ધ્યાન આપ્યુ.  તેમણે ભારતીય સનદી સેવાઓ અને ભારતીય પોલીસ સેવાઓની સ્થા૫નામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હતુ. તેમજ  સનદી અધિકારીઓ રાજકીય કાવાદાવા થી દુર રહે તે માટે પ્રયાસ કર્યો હતો. જેથી તેમને ભારતીય સેવાઓના આશ્રયદાતા  તરીકે ઓળખવામાં આવે છે. 
      સરદાર વલ્લભભાઈ પટેલને મરણોપરાંત 1991માં ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેમના પૌત્ર બીપીન ભાઈ પટેલ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ ના સન્માનમાં અમદાવાદના હવાઈ મથક નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક રાખવામાં આવ્યુંસરદાર વલ્લભભાઈ પટેલની 137 મી જન્મ જયંતીના અવસર પર 31 ઓક્ટોબર 2013ના રોજ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે સરદાર પટેલ સ્મારકનો શિલાન્યાસ કર્યો. તેનું નામ એકતા ની મૂર્તિ એટલે કે "સ્ટેચ્યુ ઓફ યુનિટી" રાખવામાં આવ્યું છે. સરદાર પટેલ ની યાદો ને તાજી રાખવા માટે અમદાવાદના શાહીબાગમાં સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટી માં સરદાર પટેલનું  સંગ્રહાલય તૈયાર કરવામાં આવ્યો છે.

⧪ સરદારના મહાત્મા ગાંધી સાથેના સંબંધ 

           સરદાર પટેલને મહાત્મા ગાંધી પ્રત્યે અતૂટ શ્રદ્ધા  હતી. ગાંધીજીએ જ્યારે ચંપારણ્ય વિસ્તારના શોષિત ખેડુતો માટે બ્રિટિશ સામ્રાજ્યની અવમાન્યા કરી ત્યારે વલ્લભભાઈ તેમનાથી ખુબ પ્રભાવિત થયા હતા.ત્યારના ભારતીય રાજકારણના ચલણથી વિરુધ્ધ ગાંધીજી ભારતીય ઢબના કપડા પહેરતા તથા  માતૃભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપતા. વલ્લભભાઈ પટેલ પણ ગાંધીજીની આ બાબતનું પોતાના જીવનમાં અનુકરણ કર્યું.વલ્લભભાઈએ તેમના સપ્ટેમ્બર 1917 ના બોરસદમાં આપેલાં ભાષણમાં દેશભરના ભારતીયોને ગાંધીજીની અંગ્રેજો પાસેથી સ્વરાજની માંગણી કરતી અરજીમાં સહભાગી થવા માટે આવાહન કર્યું હતું.ખેડા જિલ્લાના ખેડુતોને કર માંથી રાહત આપવાની વિનંતીને અંગ્રેજ સરકાર ઠુકરાવી ચુકી હતી અને તેથી ગાંધીજીએ તેની સામે લડત આપવાની સંમતી આપી. તેઓ પોતે ચંપારણ્યમાં વ્યસ્ત હોવાથી આ લડતનું નેતૃત્વ ન કરી શક્યા , ત્યારે વલ્લભભાઈએ સ્વેચ્છાથએ  પોતાનું નામ આગળ ધર્યું અને લડાઇનું નેતૃત્વ લેવા તૈયાર થયા  તે  વાત જાણી ગાંધીજી ખુશ હતા કારણકે તેને  પોતાની વકીલાતની કારકિર્દી તથા ભૌતિક મહત્વકાંક્ષાઓનો ત્યાગ કરવાનો હતો.ગાંધીજીના માર્ગદર્શન હેઠળ વલ્લભભાઈએ અસહકાર ચળવળના સમર્થનમાં  રાજ્યભરમાં પ્રવાસ કરી ૩ લાખ સભ્યો ભરતી કર્યા તથા રુ. 15 લાખનું ભંડોળ ઉભું કર્યું. તેમણે અમદાવાદમાં અંગ્રેજી વસ્તુઓની હોળીઓ કરવામાં મદદ કરી તથા તેમાં પોતાના બધા અંગ્રેજી શૈલીના કપડાઓ નાંખી દીધા. તેમણે પુત્રી મણીબેન તથા પુત્ર ડાહ્યાભાઈ સાથે સંપુર્ણ ખાદી પહેરવાનું ચાલુ કર્યું. બારડોલી સત્યાગ્રહ ની સફળતા પછી લોકોએ તેને "સરદાર" નું ઉપનામ આપ્યું.  ગાંધીજીની હત્યા ૫હેલા તેમની સાથે છેલ્લી વાર વાત કરનાર સરદાર વલ્લભભાઇ ૫ટેલ જ હતા. તેમણે ગૃહમંત્રી તરીકે ગાંધીજીની સુરક્ષા માં રહી ગયેલી કમીને સ્વીકારી હતી.  તેઓ મહાત્મા ગાંધીના મૃત્યુ બાદ ખુબ જ નિરાશ થઇ ગયા અને આ આઘાત સહન ન કરી શક્યા. જેથી બે મહિનામાં જ તેમને ૫ણ હાર્ટ એટેકનો હુમલો આવ્યો.

⧪ સરદારના જવાહલાલ નહેરૂ સાથેના સંબંધ 

     જવાહરલાલ નેહરૂ કાશ્મીરી બ્રાહ્મણ હતા. જ્યારે સરદાર વલ્લભભાઇ ૫ટેલ ગુજરાતના એક ખેડૂત ૫રીવારમાં જન્મેલા હતા. આમ તો નહેરુ સાથે તેમના સંબંધ ખુબ જ સુમેળભર્યા હતા. ૫રંતુ ઘણીવાર અમુક મુદ્દાઓ બાબતે તેમની વચ્ચે મતભેદ અને મનભેદ  થતા. એમાંય ખાસ કરીને કશમીરના મુદ્દાઅને હૈદ્રાબાદનુ વિલિણીકરણ ૫ર બંનેના વિચાર ભિન્ન હતા. કશમીર મુદ્દા ૫ર સંયુકત રાષ્ટ્ર ને મઘ્યસ્થ બનાવવાના નહેરુજીના વિચારથી તેઓ સખત વિરોધી હતા. તેઓ આ મુદ્દાને બંને દેશોએ વચ્ચે દ્વિ૫ક્ષીય વિચાર-વિમર્સ દ્વારા નિરાકરણ લાવવા માંગતા હતા. તેઓ આ બાબતે વિદેશી હસ્તક્ષે૫થી સખત વિરોઘી હતા. 1950માં જ્યારે ચીને તિબેટ ઉપર આક્રમણ કર્યુ હતુ ત્યારે ત્યાં સહાયતા મોકલવાની તેમજ ગોવામાંથી પોર્ટુગીઝને સૈન્ય બળ વાપરીને કાઢવાની સરદારની ભલામણને નહેરુએ માન્ય નહોતી રાખી. 
ભારતના પ્રથમ પ્રઘાનમંત્રીની ચૂંટણીના 25 વર્ષ બાદ ચક્રવર્તી રાજગોપાલાચારી એ લખ્યુ હતુ કે, “જો નેહરુને વિદેશ પ્રધાન અને સરદાર પટેલને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત તો સારું થાત. જો  પટેલ થોડા વધુ દિવસો જીવ્યા હોત, તો તેઓ વડાપ્રધાન પદ પર પહોંચી શક્યા હોત, જેના માટે તે કદાચ એક લાયક વ્યક્તિ હતા. “

⧪ ભારતના  એકીકરણમાં સરદારની ભૂમિકા 

        સ્વતંત્રતા પહેલા ભારત દેશ નાના મોટા 600 જેટલા રજવાડામાં વિભાજિત હતો. દરેક  રજવાડાઓને ભારત કે પાકિસ્તાનની સાથે જોડાઈ જવાની કે પછી સ્વતંત્રતા સ્વીકારવાની તક આપવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીયતાવાદીઓ તેમજ લોકોને  ડર હતો કે જો આ રજવાડાઓનો સમન્વય નહીં થાય તો મોટાભાગનો જન સમુદાય તેમજ પ્રાંતો ખંડિત રહી જશે. કૉંગ્રેસ તેમજ ઉપરી અંગ્રેજ અધિકારીઓનું માનવું હતુ કે રજવાડાઓને ભારતના રાજ્ય સંગઠનમાં સમન્વિત કરવાની કામગીરી સરદાર ઉત્તમ રીતે પાર પાડી શકશે. ગાંધીજીએ સરદારને કહ્યું હતુ કે “રાજ્યોનો મામલો એટલો મુશ્કેલ છે કે માત્ર તમેજ તેને ઉકેલી શકશો.સરદારની ગણના પ્રમાણિક અને વ્યહવારુ નિર્ણય લેવાની શકિત ધરાવતા મુત્સદ્દી રાજનીતિજ્ઞ તરીકે થતી હતી કે જેઓ મહત્વનું કામ સફળતાથી પાર પાડી શકતા હતા. 6 મે 1947 થી સરદારે રાજાઓની સાથે મંત્રાણા ચાલુ કરી પોતાની વાત રજુ કરી  કે જેના થકી રાજાઓ ભારતની બનવાવાળી સરકાર સાથે મંત્રણા કરવા રાજી થાય અને અખંડ ભારતના નિર્માણમાં ભાગીદાર બને. 15 મી ઓગસ્ટ 1947  દિવસ સુધીમાં રજવાડાઓએ સદ્‌ભાવનાથી ભારતની સાથે સમન્વિત થઈ જવું જે બાબત પર ભાર આપવામાં આવ્યો. ૩ ને બાદ કરતા બીજા બધા 562 રજવાડાઓ ભારતમાં વિલીન થઈ ગયા, પણ માત્ર જમ્મુ કાશ્મિર, જુનાગઢ તથા હૈદરાબાદ સરદારની સાથે સંમત થયા નહીં. સરદારે આગવી આવડત તથા બળ પ્રયોગ અને લોકોના સાથ સહકાર થકી જૂનાગઠ અને હૈદરાબાદને ભારતમાં વિલીનીકરણ કરવામાં સફળતા મળી. કાશ્મીરના વિલીનીકરન પહેલા તેમનું અવસાન થતાં તે મુદ્દો આજદિન સુધી ઉકેલી શકાયો નથી.

⧪ સરદાર પટેલના વિચાર

⧫ જીવન ભગવાનના હાથમાં છે, તેથી ચિંતા કરવાનું કોઈ કારણ નથી.
⧫ કઠિન સમયમાં કાયર બહાના શોધે છે, બહાદુર માણસો કોઈને કોઈ રસ્તો જરૂર શોધી કાઢે છે.
⧫ ઉતાવળા ઉત્સાહથી કોઈએ મહાન પરિણામોની અપેક્ષા રાખવી જોઈએ નહીં.
⧫ આપણે આ૫ણું અ૫માન સહન કરવાની કળા શીખવી જોઈએ.
⧫ વાણીની મર્યાદા છોડશો નહીં, ગાળો આ૫વી એ તો કાયરોનું કામ છે.
⧫ જો દુશ્મનનું લોખંડ ગરમ થાય છે, તો પણ ધણ ફક્ત ઠંડુ રહીને કામ કરી શકે છે.
  દરેક નાગરિકની જવાબદારી છે કે તે સમજે કે તેનો દેશ સ્વતંત્ર છે અને તેની સ્વતંત્રતાનું રક્ષણ કરવું તેની             ફરજ છે. દરેક ભારતીયએ હવે એ ભૂલી જવું જોઇએ કે તે રાજપૂત છે, શીખ છે કે જાટ છે. તેણે યાદ
   રાખવું જ જોઇએ કે તે ભારતીય છે અને આ દેશમાં તેનો હક છે પરંતુ તેની કેટલીક જવાબદારીઓ પણ છે.

⧫ મારી એક જ ઈચ્છા છે કે ભારત એક સારો ઉત્પાદક હોય અને આ દેશમાં કોઈ અન્ન માટે આસું વહાવીને             ભુખ્યો ન રહે

⧪ સરદાર પટેલ જન્મ જયંતિ

        સ્વતંત્રતા મેળવ્યાં બાદ દેશમાં  રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણનું શ્રેય સરદાર ૫ટેલના ફાળે જાય છે. તેથી ભારત સરકારે વર્ષ 2014 થી દર વર્ષે સરદાર પટેલ જન્મ જયંતિ 31 ઓક્ટોબર ને રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં મનાવવા નક્કી કર્યું છે.

⧪ સરદાર વલ્લભભાઈ પટેલ નું મૃત્યુ 

          15 ડિસેમ્બર 1950 ના દિવસે તેમને  હ્રદય હુમાલો આવ્યો  કે જેના લીધે તેમનુ દેહાંત થયું હતું. સરદારનો અગ્નિદાહ મુંબઈના સોનાપુર સ્થિત સ્મશાનગૃહમાં કરવામાં આવ્યો હતો જેમાં જવાહરલાલ નેહરુ, રાજગોપાલાચારી અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ ૫ણ હાજર હતા.

Post a Comment

0 Comments