Advertisement

Responsive Advertisement

ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામનો જીવન પરિચય

 ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામનો જીવન પરિચય ⧫ આખું નામ : અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ

⧫ જન્મની વિગત:  15 ઓક્ટોબર 1931 રામેશ્વરમ, તામિલનાડું, ભારત 

મૃત્યુની વિગત:   27 જુલાઈ 2015 , શિલોંગ, મેઘાલય,ભારત 

⧫ રાષ્ટ્રીયતા:  ભારતીય

⧫ હુલામણું નામ: મિસાઈલ મેન  

⧫ અભ્યાસ: સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ચેન્નઈ 

⧫ ક્ષેત્ર : એરોસ્પેસ એન્જિનિયર, લેખક, વૈજ્ઞાનિક, પ્રોફેસર, રાજનીતિ

⧫ વતન: ધનુષકોડી,રામેશ્વરમ, તમિલનાડું, ભારત

⧫ પુરસ્કાર : ભારતરત્ન 

⧫ ધર્મ:  મુસ્લિમ 

⧫ માતા-પિતા: જૈનુલાબ્દીન- આસિયમ્મા 


 ⧪  જન્મસ્થળ  અને પ્રારંભિક જીવન  

            ડોં .એ. પી. જે. અબ્દુલ કલામનો જન્મ 15  ઓક્ટોબર 1931 ના રોજ તત્કાલીન મદ્રાસ રાજ્ય (હાલ તમિલનાડુ)ના રામેશ્વરમ તીર્થ સ્થળ પાસેના પામ્બન દ્વીપ પર એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલાબ્દીન એક નાવના માલિક અને સ્થાનિક મસ્જિદના ઇમામ હતા, ઉપરાંત તેમના પિતા તેમની નાવમાં હિન્દુ તીર્થયાત્રીઓને રામેશ્વરમ લાવવા લઈ જવાનું કામ કરતા હતા. તેમના માતા આશિઅમ્મા ગૃહિણી હતા.કલામ તેમના પરિવારમાં ચાર ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના હતા.તેમનો પરિવાર ગરીબ હોવાથી બાળપણમાં  તેઓ સમાચારપત્ર વહેંચવાનું કામ કરતા. 
            શાળાજીવનમાં કલામ એક સરેરાશ વિદ્યાર્થી હતા, પરંતુ તેમની શીખવાની ધગશ પ્રબળ હતી, ખાસ કરીને ગણિત વિષયના અભ્યાસ પાછળ ઘણો સમય વ્યતીત કરતા.અબ્દુલ કલામ રોજ  4 વાગ્યે ઉઠીને ગણિતનું ટ્યુશન જતાં, 5 વાગ્યે નમાજ પઢવા અને ત્યારબાદ ઘરથી 3 કિલોમીટર દૂર ધનુષકોડી રેલ્વે સ્ટેશન પર છાપા લેવા જતાં. આખા ગામમાં છાપા વહેચી સમયસર 8 વાગ્યે  શાળાએ જતાં .આમ અબ્દુલ કલામનું બાળપણ ખૂબ સંઘર્ષ સાથે પસાર થયું. પ્રાથમિક અભ્યાસ રામેશ્વરમાં જ પૂર્ણ કર્યા બાદ તેમણે તિરુચિરાપલ્લી ખાતેની સેંટ જોસેફ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. 1954 માં તેમણે ભૌતિકવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી.1955 માં મદ્રાસ (હાલ ચેન્નઈ) ખાતેની મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT)માં એરોસ્પેસ ઇજનેરીના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. તેઓ ફાઇટર પાઇલોટ બનવાના પોતાના સ્વપ્નને ફક્ત એક સ્થાન માટે ચૂકી ગયા હતા કારણ કે ભારતીય વાયુ સેનામાં આઠ સ્થાન ઉપલબ્ધ હતા જ્યારે તેઓ યોગ્યતા સૂચિમાં નવમા ક્રમે હતો.

⧪  વૈજ્ઞાનિક કારકિર્દી  

           ડોં .એ. પી. જે. અબ્દુલ કલામ 1960 માં મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થયા બાદ રક્ષા અનુસંધાન અને વિકાસ સેવા (ડીઆરડીએસ)ના સભ્ય બન્યા. ત્યારબાદ એક વૈજ્ઞાનિક તરીકે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના એરોનોટીક વિકાસ પ્રતિષ્ઠાનમાં સામેલ થયા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક નાનકડા હોવરક્રાફ્ટ ડીઝાઈનીંગ સાથે કરી હતી. અલબત, ડીઆરડીઓ ખાતેની તેમની નોકરીથી તેઓ સંતુષ્ટ નહોતા. વર્ષ 1969માં કલામને ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) ખાતે સ્થાનાંતરીત કરાયા, જ્યાં તેઓ ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ યાનના પરિયોજના નિર્દેશક હતા. આ પરિયોજના અંતર્ગત જુલાઈ 1980માં રોહિણી ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષાથી નજીક તરતો મૂકવામાં આવ્યો.1970 થી 1990 ના દશક દરમિયાન કલામે ધૃવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (PSLV) અને ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV-3) પરીયોજનાઓને વિકસિત કરવાનો પ્રયત્ન કર્યો અને બન્ને યોજનાઓ સફળ રહી.    

            તેમની શોધ અને શૈક્ષણિક નેતૃત્ત્વએ 1980 ના દશકમાં તેમને ખૂબ જ ખ્યાતિ અને પ્રતિષ્ઠા અપાવી. સરકાર કલામના  નિર્દેશનમાં આધુનિક મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવા માટે તૈયાર થઈ.કલામ તથા રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વી. એસ. અરુણાચલમએ તત્કાલીન રક્ષા મંત્રી આર. વેંકટરમનની સલાહ પર એક પછી એક તબક્કાવાર મિસાઇલ પરીક્ષણને બદલે એકસામટા મિસાઇલ પરીક્ષણ પર કાર્ય કર્યું. તેના પરિણામ સ્વરૂપે કલામે મધ્યવર્તી અંતરની બેલેસ્ટીક મિસાઇલ અગ્નિ મિસાઇલ તથા ધરાતલથી ધરાતલ પર હુમલો કરવા સક્ષમ પૃથ્વી મિસાઇલને વિકસિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

              કલામે જુલાઈ 1992 થી ડિસેમ્બર 1999  સુધી પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તથા રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનના ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન પોખરણ-૨ પરમાણું પરીક્ષણ કરવામાં આવ્યા જેમાં તેમણે ગહન રાજનૈતિક અને તકનિકી ભૂમિકા ભજવી. કલામે આ પરિયોજના દરમિયાન રાજગોપાલ ચિદમ્બરમ સાથે મુખ્ય પરિયોજના સમન્વયક (કો-ઓર્ડીનેટર) તરીકે કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન સમૂહ માધ્યમોમાં પ્રસારીત સમાચારોને કારણે સમગ્ર દેશમાં પરમાણુ વૈજ્ઞાનિક તરીકે પ્રસિદ્ધિ મેળવી.

⧪ ભારતના રાષ્ટ્રપતિ તરીકે અબ્દુલ કલામ 

      ડોં .એ. પી. જે. અબ્દુલ 2002 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં  સતાધારી ભારતીય જનતા પાર્ટી અને તત્કાલીન વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થનથી ભારતના11  મા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા અને "લોકોના રાષ્ટ્રપતિ" (પીપલ્સ પ્રેસીડેન્ટ) તરીકે લોકચાહના મેળવી.રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ બાદ તેઓ શિક્ષણ, લેખન અને સાર્વજનિક સેવાના નાગરિક કાર્યમાં સક્રીય રહ્યા હતા. તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન સહિત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. 2007 માં તેનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો. તેમના કાર્યકાળના અંતે, તેમણે બીજી ટર્મની ઇચ્છા પણ વ્યક્ત કરી, પરંતુ રાજકીય પક્ષોમાં અભિપ્રાય ન હોવાના કારણે, તેમણે આ વિચાર છોડી દીધો 12 મા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના કાર્યકાળના અંતે, તેમનું નામ આગામી સંભવિત રાષ્ટ્રપતિ તરીકે ફરી એકવાર ચર્ચામાં આવ્યું હતું, પરંતુ સહમતિના અભાવને કારણે તેમણે તેમની ઉમેદવારીનો ખ્યાલ છોડી દીધો હતો.

⧪ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનો રાષ્ટ્ર૫તિ ૫દ ૫છીનો સમય 

        રાષ્ટ્રપતિ પદ પરથી નિવૃત્તિ લીધા પછી, ડૉ.  એ પી જે અબ્દુલ કલામ અધ્યાપન, લેખન, માર્ગદર્શન અને સંશોધન જેવા કામમાં રોકાયેલા હતા. ભારતીય પ્રબંઘન સંસ્થાન, શિલ્લોંગ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ ઇન્દોર,ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ, વગેરે જેવી મુલાકાતી સંસ્થાઓમાં વિજિટીંગ પ્રોફેસર તરીકે સંકળાયેલા હતા.
         ડૉ. અબ્દુલ કલામ હંમેશા દેશના યુવાનો અને તેમનુ ભવિષ્ય ઉજવણ કરવા વિશે વાત કરતા હતા. આ જ કારણે તેમણે દેશના યુવાનો માટે “વોટ કેન આઇ ગીવ"(What Can I Give) ૫હેલની શરૂઆત કરી હતી જેનો મુખ્ય  ઉદ્દેશ દેશમાંથી ભ્રષ્ટાચારની સફાઇ કરવાનો છે. દેશના યુવાનોમાં તેમની લોકપ્રિયતા કારણે જ તેમજે 2 વખત (2003 અને 2004)માં "એમ.ટી.વી. યુથ આઇકન ઓફ ઘ ઇયર "એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.
વર્ષ  માં જોવા મળેલ હિન્દી 2011ફિલ્મ ‘આઈ એમ કલામ’ તેના જીવન આઘારિત છે.

⧪ ડોં.એ .પી .જે. અબ્દુલ કલામ દ્વારા લખાયેલા પુસ્તકો 

⧫ India 2020: A Vision for the New Millennium
⧫ Wings of Fire: An Autobiography
⧫ Ignited Minds: Unleasing the Power Within India
⧫ The Luminous Sparks: A Biography in Verse and Colours
⧫ Mission of India: A Vision of Indian Youth
⧫ Inspiring Thoughts: Quotation Series
⧫ My Journey: Transforming Dreams into Actions
⧫ Forge Your Future: Candid, Forthright, Inspiring
⧫ Beyond 2020: A Vision for Tomorrow’s India
⧫ Governance for Growth in India

⧪ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ને મળેલ પુરસ્કાર અને સમ્માન 

⧫ પદ્મભૂષણ-1981 (ભારત સરકાર)
⧫ પદ્મવિભૂષણ-1990 (ભારત સરકાર)
 ડિસ્ટિંગ્યુસ્ડ ફેલ્લોસ-ઈન્સ્ટીટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ -ભારત-1994
⧫ ભારત રત્ન-1997 (ભારત સરકાર)
⧫ ઈન્દીરા ગાંધી એવોર્ડ ફોર નેશનલ ઈન્ટીગ્રેશન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ-1997
⧫ વીર સાવરકર એવોર્ડ-1998 (ભારત સરકાર)
⧫ રામાનુજન એવોર્ડ- 2000 (અલ્વર્સ રિસર્ચ સેન્ટર, ચેન્નઈ)
⧫ ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ-2007 (યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટન, યુ.કે )
⧫ કિંગ ચાર્લ્સ II મેડલ-2007 (રોયલ સોસાયટી, યુ.કે)
⧫ ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી- (કાર્નેગી મેલોન યુનિવર્સિટી)
⧫ ડૉક્ટર ઓફ સાયન્સ-2008 (અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી, અલીગઢ)
⧫ ડૉક્ટર ઓફ ઈજનેરી-2008 (નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર)
⧫ ઈન્ટરનેશનલ વોન કાર્મેન વિંગ્સ એવોર્ડ-2009 (કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, યુ.એસ.એ)
⧫ હૂવર મેડલ-2009  (ફાઉન્ડેશન, યુ.એસ.એ.)
⧫ માનદ ડૉક્ટરેટ-2009 (ઓકલેન્ડ યુનિવર્સિટી)
⧫ ડૉક્ટર ઓફ ઈજનેરી-2010 (યુનિવર્સિટી ઓફ વોટરલૂ)
⧫ IEEE માનદ સદસ્યતા-2011 (IEEE)
⧫ ડૉક્ટર ઓફ લૉ-2012 (સિમોન ફ્રેઝર યુનિવર્સિટી)
⧫ ડૉક્ટર ઓફ સાયન્સ-2014 (એડિનબર્ગ યુનિવર્સિટી, યુ.કે.)

⧪ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું મૃત્યુ  

            ડૉ.કલામ 27 જુલાઇ 2015 ના રોજ “ક્ર્રિ્રિયેટીંગ અ લિવેબલ પ્લેનેટ અર્થ” વિષય પર પ્રવચન આપવા IIM-શિલોંગ ગયા હતા. વ્યાખ્યાનમાં માત્ર પાંચ જ મિનિટ વ્યાખ્યાન આપ્યા ૫છી લગભવ સવારે 6:35 કલાકે તેઓ અચાનક વ્યાખયાન કક્ષમાં જ ઢળી ૫ડયા. ગંભીર હાલતમાં તેમને ‘બેથની હોસ્પિટલ’ લઈ જવામાં આવ્યા. તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં મૂકવામાં આવ્યા , પરંતુ તેની હાલત ખરાબ હતી. સવારે 7:45 વાગ્યે, હૃદય હુમલાથી તેને મૃત જાહેર કરાયા કરવામાં આવ્યા. ભારતની સાથે આખુ વિશ્વ એક મહાન વેજ્ઞાનિક ગુમાવવાના કારણે શોકમગ્ન બની ગયુ હતુ. અંતિમ સંસ્કાર 30 જુલાઈ 2015 ના રોજ તેના નિવાસ સ્થાન રામેશ્વરમ નજીક કરવામાં આવ્યા. અંતિમ સંસ્કારમાં લગભગ 3,50,000 લોકો જોડાયા જેમાં ભારતના વડાપ્રધાન, તમિલનાડું ના રાજ્યપાલ તથા કર્ણાટક ,કેરલ ,આંધ્રપ્રદેશ ના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. 

⧪ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ વિશે કેટલાક તથ્યો 

⧫ રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ સહિત લોકસેવામાં લગભગ પાંચ દાયકા ગાળનારા એક વ્યક્તિ કે જેની પાસે             કોઈ     પ્રોપર્ટી, ટીવી, ફ્રિજ, કાર, એસી નહોતી, પરંતુ તેમની પાસે લગભગ 2500 પુસ્તકો, છ શર્ટ્સ, જૂતાની       જોડી,એક કાંડા ઘડિયાળ, ચાર ટ્રાઉઝર અને ત્રણ સુટ હતાં. 
⧫ દેશની અંદર અથવા બહાર આપવામાં આવતા પ્રવચનો માટે તેમણે ક્યારેય કોઈ ફી લીધી ન હતી.
⧫ તેમણે પુસ્તકો સિવાય કોઈની કોઈ ભેટ સ્વીકારી નહીં.
⧫ તેઓ શાકાહારી હતા અને જે પીરસવામાં આવે તેનાથી તે ખુશ રહેતા હતા.
⧫ તેમના કાર્ય વચ્ચે ધર્મ ક્યારેય આવ્યો ન હતો, અને તે બધા ધર્મોનો આદર કરતો હતા
⧫ તેમણે ક્યારેય તેમની વસીયત નહોતી લખી. જો કે, જે બાકી હતું તે તેના મોટા ભાઈ અને પૌત્રને આપવાનું         હતું.
⧫ તેમની આત્મકથા “વિંગ્સ ઓફ ફાયર” શરૂઆતમાં અંગ્રેજીમાં પ્રકાશિત થઈ હતી, પરંતુ તે ચિની અને ફ્રેન્ચ         સહિત તેર ભાષાઓમાં અનુવાદિત થઈ છે.
⧫ 2011 માં નીલા માધબ પાંડાએ કલામના જીવન પર આધારિત ફિલ્મનું નિર્દેશન કર્યું હતું, જેનું નામ હતું “આઇ     એમ કલામ (હું છું કલામ)”
⧫ ગણિત અને ભૌતિકશાસ્ત્ર તેમના પ્રિય વિષયો હતા.

Post a Comment

1 Comments