Advertisement

Responsive Advertisement

ગાંધીજીનો જીવન પરિચય

 ગાંધીજીનો જીવન પરિચય 

⧫ જન્મની વિગત:  2 ઓક્ટોબર 1869 ભાદરવા વદ બારસ, વિ.સં 1925 પોરબંદર, ગુજરાત, ભારત.

⧫ મૃત્યુની વિગત:  30 જાન્યુઆરી,1948 નવી દિલ્હી, ભારત.

⧫ મૃત્યુનું કારણ:  બંદુક વડે હત્યા.

⧫ રહેઠાણ:  ભારત તેમજ દ.આફ્રિકા.

⧫ રાષ્ટ્રીયતા:  ભારતીય

⧫ હુલામણું નામ:  દ.આફ્રિકામાં-ભાઈ ભારત આવ્યા બાદ-બાપુ

⧫ અભ્યાસ:  કાયદાની ઉપાધી

⧫ વ્યવસાય:  વકીલાત,સમાજસેવા

⧫ વતન:  પોરબંદર

⧫ ખિતાબ:  રાષ્ટ્રપિતા

⧫ ધર્મ:  હિંદુ

⧫ જીવનસાથી:  કસ્તુરબા

⧫ સંતાન:  હરીલાલ-મણીલાલ, રામદાસ-દેવદાસ

⧫ માતા-પિતા:  પૂતળીબાઇ-કરમચંદ ગાંધી


⧪ જન્મસ્થળ  અને પ્રારંભિક જીવન:

       મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતનાં પોરબંદર જીલ્લામાં થયો હતો. તેના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પૂતળીબાઈ હતું. હકીકતમાં  ગાંધીજીનું નામ મોહનદાસ હોવાથી તેનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી પડ્યું. ગાંધીજી તેના ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. તેમની માતા પૂતળીબાઈ એક ધાર્મિક મહિલા હતી અને તેનો પ્રભાવ  ગાંધીજીના વયક્તિત્વ પર મોટા પ્રમાણમા પડ્યો. મોહનદાસના પિતા કરમચંદ ગાંધી પોરબંદર સ્ટેટના દીવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દીવાનપદે રહેલા. ગાંધીજીનું પાલન પોષણ હિન્દુ -વૈષ્ણવ કુટુંબમાં થયું હોવાથી તેઓ વૈષ્ણવ પરંપરા મુજબ ચુસ્ત શાકાહારી હતા.

⧪ ગાંધીજીનું લગ્ન જીવન:


         હિન્દુઓમાં પ્રચલિત બાળ વિવાહ પ્રથાને કારણે 1883 માં મોહનદાસના લગ્ન ફક્ત 13 વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા. કસ્તુરબા ગાંધીજી કરતાં 6 મહિના મોટા હતા. કસ્તુરબાને લોકો પ્રેમથી " બા " કહીને બોલાવતા. કસ્તુરબા અભણ હતા પરતું લગ્ન પછી ગાંધીજીએ વાંચતાં- લખતા  શીખવ્યું.  કસ્તુરબા એક આદર્શ સ્ત્રી હતી જેણે ગાંધીજીને દરેક કાર્યમાં  સાથ અને સહકાર  આપ્યો. 1888 માં સૌથી મોટા પુત્રનો જન્મ થયો જેનું નામ હરીલાલ રાખ્યું. ત્યાર બાદ બીજા ત્રણ સંતાનોના જન્મ થયા  1892 માં મણિલાલ, 1897 માં રામદાસ અને
1900 માં દેવદાસ

⧪ ગાંધીજીનો અભ્યાસ :


       બાળપણમાં ગાંધી એક સામાન્ય વિદ્યાર્થી હતા. શરૂઆતનો અભ્યાસ તેણે પોરબંદરમાં કર્યો, ત્યારબાદ તેના પિતા રાજકોટ સ્થાળાંતર થઈ  જતાં તેણે હાઈસ્કૂલનો અભ્યાસ રાજકોટમાં કર્યો. વર્ષ 1887 માં તેમણે મેટ્રિકની પરીક્ષા  પાસ કરી, આગળ અભ્યાસ માટે મોહનદાસે ભાવનગરની શામળદાસ કોલેજમાં એડમિશન  લીધું પરંતુ ખરાબ સ્વાસ્થ્ય અને ગૃહ વિયોગને કારણે તેઓ અપ્રસ્ન્ન જ રહ્યા અને કોલેજ છોડી પાછા પોરબંદર આવી ગયા. આગળ અભ્યાસ માટે ગાંધીજી 4 સપ્ટેમ્બર 1888 ના રોજ  ઈંગ્લેન્ડ ગયા , ત્યાં તેણે અભ્યાસને  ખૂબ ગંભીરતાથી લીધો  અને મન લગાડીને ભણવા લાગ્યા. લંડનમાં, તેઓ શ્રીમતી એની બર્નેન્ટને મળ્યા અને તેમની પ્રેરણાથી ગાંધીજીએ ટોલ્સટોયનું સાહિત્ય વાંચ્યું. ટોલ્સટોય ના વિચારોએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા. 1891 માં વકીલાતની ડિગ્રી મેળવી તેઓ  ભારત પરત ફર્યા.
   જૂન 1891 માં  ગાંધીજી ભારત પરત ફરી બોમ્બેમાં વકીલાતની શરૂઆત કરી પરંતુ કઈ  ખાસ સફળતા  મળી નહીં. ત્યારબાદ તેઓ રાજકોટ જતાં રહ્યા ત્યાં જરૂરિયાત મંદ માટે અરજીઓ લખવાનું કામ શરૂ કર્યું પરંતુ થોડા સમય પછી તેમને આ કામ છોડવું પડ્યું.

⧪ ગાંધીજીની દક્ષિણ આફ્રિકા યાત્રા:


      દાદા અબ્દુલ્લાએ મહાત્મા ગાંધીને વકીલાત કરવા માટે એક વર્ષનો કોન્ટ્રાક્ટ દીધો અને તેથી ગાંધીજી
 1893 મા  દક્ષિણ આફ્રિકા  ગયા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને રંગભેદ જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો. બીજા ભારતીયોની જેમ તેને પણ ગોરાઓના તિરસ્કાર , દમન અને જુલ્મનો ભોગ બનવું પડ્યું. એક દિવસ ડર્બનના ન્યાયાલયના એક ન્યાયધીશે તેમને ન્યાયાલયમાં  પાઘડી ઉતારવાનું કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી દીધી અને ન્યાયાલયમાથી બહાર નીકળી ગયા.આ બનાવ પછી એકવાર ગાંધીજી રેલ્વેમાં પ્રથમ વર્ગ (ફર્સ્ટ ક્લાસ)માં પ્રિટોરિયા જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફર્સ્ટ ક્લાસમાંથી ઊતરી થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા કહ્યું. ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા. 
        આવા અન્યાય અને રંગભેદને કારણે ગાંધીજીએ તરત જ તેની સામે લડત ચલાવવાનું નક્કી કર્યું. ગાંધીજીએ  રંગભેદનો વિરોધ કરવાનું  શરૂ કરી દીધું  જો કે આ વિરોધ્ધ દરમિયાન તેને અનેક મુસ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
      દક્ષિણ આફ્રિકામાં વસવાટ દરમ્યાન ગાંધીજી પર શ્રીમદ્ ભગવદ્ ગીતા અને લિયો ટોલ્સટોયના તત્વજ્ઞાનભર્યા લખાણોનો ખૂબ પ્રભાવ પડ્યો. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાંથી પોતાનાં ચિંતન દ્વારા ટોલ્સટોયે તારવેલા સરકાર વગરના શાસનના ખ્યાલની ઊંડી અસર ગાંધીના મન, કર્મ અને વિચારો પર જીવનના અંત પર્યંત જોવા મળે છે. ઈશ્વરે ગાંધીને જાણે દક્ષિણ આફ્રિકામાં એક સામાજિક-રાજકીય ક્રાંતિકારી બનાવવાની પૂરી વ્યવસ્થા કરી આપી હોય તેમ  પ્રજાકીય અવજ્ઞા અને તેનાં કૌશલ્યો તેમજ અહિંસક સંઘર્ષની સંકલ્પનાઓ ત્યારે જ સૌ પ્રથમવાર વિકસી. ગાંધીજી કદાચ આ ભાગીરથીને ઝીલવા જ જન્મ્યા હતા. પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં ગાંધીજીએ તેમનાં આ પ્રયોગની કસોટી પર પાર ઊતરેલા નવા વિચારો સાથે ભારત આવવાનું નક્કી કર્યું.

⧪ મહાત્મા ગાંધીનું ભારત આગમન:


        ગાંધીજી વર્ષ 1915 માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા, તે સમયે તેની ઉમર 46 વર્ષ હતી.  ભારત આવવાની સાથે જ તેણે ભારતીયોની સ્થિતિ જાણવા અધ્યયન શરૂ કર્યું. ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ ક્રુષ્ણ ગોખલેએ ગાંધીજીને એક વર્ષ માટે એકપણ આંદોલન ન કરવાની સલાહ આપી. ગાંધીજીએ આ સમય દરમિયાન ભારતની વાસ્તવિક સ્થિતિની જાણકારી માટે સમગ્ર ભારત દેશમાં ભ્રમણ કર્યું. વર્ષ 1916 માં અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની સ્થાપના કરી. ફેબ્રુઆરી 1916 માં ગાંધીજીએ પહેલી વખત બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય ના સ્ટેજ પરથી ભાષણ આપ્યું અને આ ભાષણની ચર્ચા આખા ભારતમાં થઈ।


⧪ ગાંધીજી દ્વારા કરાયેલ મુખ્ય આંદોલનો:


⧫ ચંપારણ સત્યાગ્રહ (1917)

⧫ ખેડા સત્યાગ્રહ (1918)

⧫ અમદાવાદ મિલમજૂર આંદોલન (1918)

⧫ ખિલાફત આંદોલન (1920)

⧫ અસહયોગ આંદોલન (1920)

⧫ બારડોલી સત્યાગ્રહ (1928)

⧫ દાંડીકૂચ (1930)

⧫ ભારત છોડો આંદોલન (1942)


⧪ મહાત્મા ગાંધીજીનું  મૃત્યુ:


    30 જાનુયારી 1948 ના રોજ સાંજે 5 વાગીને 17 મિનિટે નાથુરામ ગોડ્સે અને તેના સાથી ગોપાલદાસ દ્વારા બિરલા હાઉસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. ગાંધીજીને ત્રણ ગોળીઓ મારવામાં આવી હતી. ગાંધીજીએ  અંતિમ શ્વાસ  લીધો ત્યારે છેલ્લા શબ્દો હતા " હે રામ ". તેના મૃત્યુ પછી નવી દિલ્હીના રાજઘાટ પર તેનું સમાધિ સ્થળ બનાવવામાં આવ્યું.Post a Comment

1 Comments

  1. How to Play Casino: Easy Guide to playing slots on
    Casino games are played https://septcasino.com/review/merit-casino/ by 4 players, the average 토토 사이트 time poormansguidetocasinogambling.com they take turns 토토 is around 14:20. The house is divided into three distinct categories: the house

    ReplyDelete